Get The App

વાંચો તમારું 13 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 13 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.

વૃષભ : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક- વ્યવહારિક કામમાં અડચણ જણાય.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય. પરદેશના કામ થાય.

કર્ક : આપના કામમાં ઇર્ષ્યા કરનાર વર્ગ, હરિફ વર્ગ મુશ્કેલી ઉભી કરે. કોર્ટ- કચેરીના કામકાજ અંગે દોડધામ- શ્રમ ખર્ચ જણાય.

સિંહ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપના કામની કદર પ્રશંસા થાય.

કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન- મકાન- વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

તુલા : પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે. સહકાર્યકર વર્ગ, નોકરચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતા રાહત જણાય.

ધન : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. રાજકીય- સરકારી કામમાં સરળતા જણાય.

મકર : આપે બેંકના- વીમા કંપનીના, શેરોના કામકાજમાં સંભાળવું પડે. સાસરી પક્ષે - મોસાળ પક્ષે બીમારી- ચિંતાનું આવરણ આવી જાય.

કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ- ફાયદો જણાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામ થઈ શકે.

- અગ્નિદત્ત પદમનાભ