મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના દોડધામ શ્રમમાં વધારો થાય.
વૃષભ : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.
મિથુન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.
કર્ક : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. કુટુંબ પરિવાર આપને મદદરૂપ થવાના પ્રયાસ કરો. સીઝનલ ધંધામાં આવક જણાય.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામનો ઉકેલ આવે.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનં કામકાજ થવાથી આનંદ જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
તુલા : આપના કાર્યમાં કાંઈને કાંઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આપના કાર્યની કદર પ્રશંસા થાય.
ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. આનંદ રહે.
મકર : જૂના સ્વજન સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતથી આપને આનંદ જણાય. યાત્રા-પ્રવાસ થાય. ભાઈભાંડુનો સાથ રહે.
કુંભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય.
મીન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


