વાંચો તમારું 13 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમના લીધે થાક-કંટાળો અનુભવાય.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં લાભ જણાય.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.
કન્યા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.
તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામ અંગે દોડધામ રહે.
વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરંતુ વાણીની સંયમતા રાખવી પડે.
ધન : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. માતૃપક્ષની ચિંતા જણાય.
મકર : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહો. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાનુકૂળતા રહે.
મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવતાં રાહત જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામ થાય.
- અગ્નિદત્ત પદમનાભ