વાંચો તમારું 12 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃષભ : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવી નહીં.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ- ખર્ચ અનુભવાય.
સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન- મુલાકાત થઈ શકે.
કન્યા : આપે તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
તુલા : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.
વૃશ્ચિક : આપના કાર્યમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
ધન : આપની મહેનત- બુધ્ધિ- અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.
મકર : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. ભાઈભાંડુવર્ગનો સહકાર મળી રહે.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.
- અગ્નિદત્ત પદમનાભ








