Get The App

વાંચો તમારું 12 મેં 2026નું રાશિ ભવિષ્ય

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 12 મેં 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનનો સાથ સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો.

વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. ખર્ચ જણાય.

મિથુન : નોકરી ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે.

કર્ક : આપના કામના દબાણ તણાવ દોડધામ શ્રમની અસર આપના સ્વાસ્થ્ય પર ના પડે તેની કાળજી રાખવી. કામમાં વિલંબ જણાય.

સિંહ : આપને જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ મળી રહે. પરદેશના કામ થાય.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ-ખરીદી જણાય.

તુલા : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા મળી રહે.

વૃશ્ચિક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

ધન : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગ મદદરૂપ થવાના પ્રયાસ કરે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મકર : આપને કામમાં સાનુકુળતા મળી રહે. બેંકના વીમા કંપનીના શેરોના કામમાં સરળતા જણાય. ધંધામાં આવક જણાય.

કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઇ શકે. 

મીન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. કોર્ટ કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઉચાટ રહે.

- અગ્નિદત્ત પદમનાભ