Get The App

વાંચો તમારું 12 જુન 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 12 જુન 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

વૃષભ : આપે રાજકીય-સરકારી કામમાં-ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આપના ધાર્યા પ્રમાણે કામ ન થવાથી બેચેની રહે.

મિથુન : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે.

કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર જણાય.

સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ખર્ચ જણાય. અગત્યના કામ અંગે મુલાકાત થઈ શકે.

કન્યા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક ચિંતા-પરિતાપ રહે.

તુલા : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપને સાનુકૂળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ થઈ શકે.

વૃશ્ચિક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. તબીયતની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા.

ધન : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.

મકર : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનને લગતી તકલીફ જણાય. ખર્ચ જણાય.

કુંભ : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થઈ શકે.

મીન : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. આનંદ રહે. ધંધામાં આવક થાય.

- અગ્નિદત્ત પદમનાભ