વાંચો તમારું 12 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય.
વૃષભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કામના ભારણ-દબાણ-તણાવના કારણે તબીયતની અસ્વસ્થતા જણાય. ખર્ચ જણાય.
મિથુન : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. પરદેશના કામ થાય.
કર્ક : આપના કામમાં અન્ય મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. મોસાળપક્ષ-સાસરીપક્ષના કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. તબીયતની અસ્વસ્થતા જણાય.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થાય. આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહો.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ-ઉદ્વેગ અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી જણાય.
કુંભ : આપના કામમાં ધીમે ધીમે સાનુકૂળતા થતી જાય. કામનો ઉકેલ આવતો જાય. સંતાનનો સાથ સહકાર મળી રહે.
મીન : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સંસ્થાકીય કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ