Get The App

વાંચો તમારું 12 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 12 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઇ શકે.

વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવો.

મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કર્ક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત થાય.

સિંહ : સીઝનલ ધંધામાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય. ખર્ચ જણાય.

કન્યા : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

તુલા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર રહે.

ધન : આપના કામમાં સાનુકુળતા જણાય. ધંધામાં આવક થાય. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

મકર : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત રહે.

કુંભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે. તબીયતની કાળજી રાખવી.

મીન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. સંતાનના પ્રશ્નનો ઉકેલ આવે. પરદેશના કાર્યમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :