મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. દોડધામ-શ્રમ જણાય.
વૃષભ : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
સિંહ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું. સાસરીપક્ષે કામ રહે.
કન્યા : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય.
તુલા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
વૃશ્ચિક : અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-શ્રમ અનુભવાય. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો.
ધન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. આનંદ રહે.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મુલાકાત થાય.
કુંભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી આપે સંભાળવું પડે.
મીન : આપના કામનો ઉકેલ આવતાં દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. વાણીની મીઠાશથી કામમાં પ્રગતિ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


