Get The App

વાંચો તમારું 11 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 11 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.

વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઇ શકે.

મિથુન : આપે રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ ખરીદી જણાય.

કર્ક : આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત જણાય. આપના કાર્યની કદર પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ જણાય.

સિંહ : આપના કાર્યની સાથે સગા સંબંધીવર્ગ મિત્રવર્ગ ઘર પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ લાવી શકો.

કન્યા : દેશ પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળાત મળી રહે. નોકર ચાકરવર્ગનો સાથ સહકાર રહે.

તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં ધીરજ રાખવી.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ જાહેર ક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા જણાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.

ધન : આપના કાર્યમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

મકર : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.

કુંભ : નોકરી ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. અડોશ પડોશના કામ અંગે વ્યસ્તતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ