Get The App

વાંચો તમારું 11 જુલાઈ 2025નું રાશિ ભવિષ્ય

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 11 જુલાઈ 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં. દિવસાન્તે આપને રાહત જણાય.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.

કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા થતાં દોડધામ-શ્રમ ઓછા થાય. પરદેશના કામ અંગે મુલાકાત થઈ શકે.

કન્યા : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

તુલા : અડોશ-પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. જૂના સ્વજન-સ્નેહી- મિત્રવર્ગની મુલાકાતથી આનંદ રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ધંધામાં આવક જણાય.

ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.

મકર : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. કામમાં પ્રતિકૂળતા રહે.

કુંભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો રહે. આપના કાર્યની કદર-પ્રશંસાથી આનંદ રહે.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :