Get The App

વાંચો તમારું 11 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 11 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. સ્વાસ્થ્યની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો.

મિથુન : આપના કામમાં હરિફ વર્ગ - ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. કોર્ટ-કચેરીનું કામકાજ જણાય.

કર્ક : આપની બુધ્ધિ- મહેનત- અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે મિલન- મુલાકાત થાય.

સિંહ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર- પરિવારની ચિંતા જણાય.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આનંદ રહે.

ધન : આપે રાજકીય - સરકારી કામમાં, ખાતાકીય કામમાં ધ્યાન રાખવું પડે. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

મકર : આપના કાર્યની કદર - પ્રશંસા થવાથી આનંદ થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સહકારથી કામનો ઉકેલ આવતો જાય. રાહત રહે.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ