Astro

વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
10 Sep 20251 min read
વાંચો તમારું 10 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : રાજકીય- સરકારી કામમાં, કોર્ટ- કચેરીના કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક લાભ-ફાયદો જણાય.

મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- નોકર-ચાકરવર્ગના કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા જણાય.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. પરદેશના કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.

સિંહ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી - બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. વાહન ધીરે ચલાવવું.

કન્યા : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપને વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.

તુલા : આપના કાર્યની સાથે બીજું કાંઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

વૃશ્ચિક : આપની બુધ્ધિ- મહેનત- અનુભવ આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા રહે.

ધન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને સતાવે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.

કુંભ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધીરે-ધીરે કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય.

મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. રાજકીય- સરકારી કામમાં સરળતા મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ