Get The App

વાંચો તમારું 10 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 10 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ રહે.

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વનાં નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

મિથુન : આપના કામમાં હરિફ વર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

કર્ક : આપની બુદ્ધિ-મહેનત- અનુભવ- આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામ થાય નહીં.

કન્યા : આપના કાર્યમાં ઉપરીવર્ગ - સહકાર્યકરવર્ગ - નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ થાય.

તુલા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.

ધન : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. મોસાળપક્ષે-સાસરીપક્ષે ચિંતા-ખર્ચ જણાય.

મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. વાણીની મીઠાસથી કામમાં સરળતા રહે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડદામ-શ્રમ-ખર્ચ જણાય.

મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ