Get The App

વાંચો તમારું 10 જુન 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 10 જુન 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી. વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને આવક જણાય. વાણીની મીઠાશથી કામમાં સરળતા જણાય.

મિથુન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ - મિત્રવર્ગનું કામકાજ જણાય. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે.

સિંહ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકનો-વીમા કંપનીના-શેરોના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.

કન્યા : આપના કામની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. અન્યનો સહકાર મળતાં રાહત રહે.

તુલા : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃશ્ચિક : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

ધન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.

મકર : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. મિલન-મુલાકાત થાય.

કુંભ : સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરિવારનો સાથ રહે.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.

- અગ્નિદત્ત પદમનાભ