Get The App

વાંચો તમારું 10 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 10 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામકાજમાં રૂકાવટ જણાય.

વૃષભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું અને ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

મિથુન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.

કર્ક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.

સિંહ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં મુશ્કેલી જણાય.

કન્યા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

તુલા : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો થાય.

વૃશ્ચિક : આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. રાજકીય-સરકારી કામ  અંગે મુલાકાત થાય.

ધન : આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી. ઉચાટ ઉદ્વેગ રહે.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા રાહત થતી જાય. પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે.

કુંભ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જાહેરક્ષેત્રના કામમાં દોડધામ-શ્રમ જણાય.

મીન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. ભાઈભાંડુ વર્ગનો સાથ સહકાર રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :