Get The App

વાંચો તમારું 10 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 10 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં આપે સાવધાની રાખવી.

વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. રાજકીય સરકારી કામ થાય.

મિથુન : નોકરી- ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભાર- શ્રમમાં વધારો થાય.

કર્ક : આપના રૂકાવટ- વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ- ફાયદો જણાય.

સિંહ : જમીન- મકાન- વાહનના કામમાં આપે સાચવવું પડે. આપના કામમાં પ્રતિકૂળતા જણાય. તબિયતની કાળજી રાખવી પડે.

કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય.

તુલા : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં સરળતા જણાય, કામનો ઉકેલ આવે.

વૃશ્ચિક : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થઈ શકે.

ધન : કોર્ટ- કચેરીના કામકાજમાં આપને રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. વાદ- વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી આપે સંભાળવું પડે.

મકર : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

કુંભ : જમીન- મકાન- વાહનના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. આપના કામની સાથે સામાજિક- વ્યવહારિક કામ જણાય.

મીન : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામકાજમાં ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ