Get The App

વાંચો તમારું 10 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય

Updated: Feb 10th, 2024

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 10 ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતા આપના દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય.

વૃષભ : દિવસારંભે મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય. દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ.

મિથુન : દિવસના પ્રારંભે સુસ્તી- બેચેની જેવું રહે પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત- શાંતિનો અનુભવ થાય.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.

સિંહ : આપના કાર્યની સાથે રાજકીય સરકારી કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય, શુભકાર્ય થવાથી આનંદ રહે.

કન્યા : સીઝનલ ધંધામાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

તુલા : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં સાનુકૂળતા થતી જાય. આપની રૂકાવટ- મુશ્કેલીનો અંત આવતા રાહત રહે.

વૃશ્ચિક : નોકરી- ધંધે જાવ તો ઘર- પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા સતાવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખવા.

ધન : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય, ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.

મકર : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામમાં સરળતા રહેતા તેનો ઉકેલ લાવી શકો.

કુંભ : માનસિક પરિતાપ- વ્યગ્રતાના લીધે કામમાં મન લાગે નહીં. આવેશ- ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં.

મીન : દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં રૂકાવટ- મુશ્કેલીનો અનુભવ થતો જાય. ખર્ચ- ખરીદી જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :