Get The App

વાંચો તમારું 10 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 10 ઓગસ્ટ 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય કામકાજમાં રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.

વૃષભ : દિવસ પસાર થાય તેમ કામકાજમાં આકસ્મિક સાનુકુળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવતાં રાહત અનુભવો.

મિથુન : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજમાં સરળતા થતી જાય.

કર્ક : દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત-શાંતિ થતાં જાય. પરદેશના કામમાં સાનુકુળતા રહે. મિલન-મુલાકાત થઇ શકે.

સિંહ : તબીયતની અસ્વસ્થતાના અનુભળ થાય. સીઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

કન્યા : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મુલાકાત થઇ શકે.

તુલા : આપના કામમાં દોડધામ શ્રમ જણાય. અન્ય સહકર્મીનું કામ આવી જતાં, બીજું કાંઈ કામ આવી જતાં કાર્યભારમાં વધારો થાય.

વૃશ્ચિક : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના વિલંબ રૂકાવટમાં અટવાઈ પડેલા કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવે.

ધન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે.

મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે.

કુંભ : આપના કામમાં સાનુકુળતા રહે. સામાજિક વ્યવહારિક કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મીન : માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે વિચારોની દ્વિધા-અસમંજસ અનુભવાય. કામકાજમાં વિલંબ થાય. મહત્ત્વના નિર્ણય મુલત્વી રાખવા.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :