Get The App

વાંચો તમારું 1 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 1 ફેબ્રુઆરી 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાને લીધે કામમાં મન લાગે નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.

વૃષભ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતનું આયોજન થાય. આનંદ રહે.

મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં વ્યસ્ત હોવનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે. કામનો ઉકેલ આવે.

સિંહ : આપના કાર્યમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. ખર્ચ જણાય.

કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય.

તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.

વૃશ્ચિક : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.

ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ ખર્ચ જણાય.

મકર : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થઇ શકે.

કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગનો સામનો કરવો પડે. સીઝનલ ધંધામાં નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.

મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

- અગ્નિદત્ત પદમનાભ