મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. મિલન-મુલાકાત થઇ શકે.
વૃષભ : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખ થઇ જાય.
મિથુન : સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થતાં કામ કરવાનો ઉત્સાહ વધે.
કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ વ્યસ્તતા જણાય.
સિંહ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
તુલા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે.
વૃશ્ચિક : આપના કાર્યની પૂર્તતા અંગે દોડધામ શ્રમ જણાય. કોર્ટ કચેરીના કામકાજ અંગે વ્યસ્ત રહો. ખર્ચ-ખરીદી જણાય.
ધન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.
મકર : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
મીન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
- અગ્નિદત્ત પદમનાભ


