મેષ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો, સંતાનનો સહકાર મળી રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
કર્ક : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુવર્ગ આપને મદદરૂપ થાય.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ચિંતા જણાય.
કન્યા : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી રહે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
ધન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેના કામ થઈ શકે નહીં. ઉચાટ રહે.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપને કામમાં સાનુકુળતા રહે. કૌટુંબિક-પારિવારીક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આવક જણાય.
મીન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગે મુલાકાત થાય.
- અગ્નિદત્ત પદમનાભ


