વાંચો તમારું 09 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ-રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામકાજ થઇ શકે.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ રહે. ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. ધંધામાં આવક થાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લઇ શકાય. રાજકીય સરકારી કામ થાય.
સિંહ : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી પડે. કોર્ટ કચેરીના કામમાં પ્રતિકૂળતા જણાય.
કન્યા : આપના કામમાં પુત્ર પૌત્રાદિકનો સાથ સહકાર મળી રહે. આપના કામની કદર-પ્રશંસા થવાથી હર્ષ-લાભ અનુભવો.
તુલા : આપના કાર્યની સાથે સગા સંબંધીવર્ગ મિત્રવર્ગ ઘર પરિવારના કામમાં વ્યસ્તતા દોડધામ અનુભવાય. કામનો ઉકેલ આવે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. જૂના સ્વજન સ્નેહી મિત્રવર્ગની મુલાકાતથી આનંદ થાય.
ધન : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. સુસ્તી બેચેનીનો અનુભવ થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ખર્ચ જણાય.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન મુલાકાત થઇ શકે.
કુંભ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના દોડધામ શ્રમ કાર્યભારમાં વધારો થાય.
મીન : આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
- અગ્નિદત્ત પદમનાભ

