Astro

વાંચો તમારું 09 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

By GS TEAM
9 Aug 20251 min read
વાંચો તમારું 09 ઓગસ્ટ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપ સર્વેને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે ઘર- પરિવાર- સગા- સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો, દોડધામ રહે.

વૃષભ : ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન પર્વની શુભકામનાઓ. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવો, મિલન- મુલાકાત થાય.

મિથુન : રક્ષાબંધનની ખૂબ- ખૂબ શુભેચ્છાઓ. દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી- બેચેની અનુભવાય, કામકાજ કરવાની ઇચ્છા થાય નહીં.

કર્ક : સર્વે ભાઈબહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ, સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને, અન્યનો સાથ મળી રહે.

સિંહ : રક્ષાબંધન પર્વની ખૂબ શુભેચ્છાઓ સાસરી પક્ષના મોસાળ પક્ષના કામકાજ અંગે વ્યસ્તતા- દોડધામ રહે. આકસ્મિક ખર્ચ- ખરીદી જણાય.

કન્યા : સર્વે જનોને રક્ષાબંધનની શુભકામનાઓ, આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે, સંતાનની ચિંતા ઓછી થાય.

તુલા : સર્વે ભાઈબહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ. આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં.

વૃશ્ચિક : આપ સર્વેને રક્ષાબંધનની શુભકામનાઓ, યાત્રા- પ્રવાસ- મિલન- મુલાકાતથી આનંદ રહે. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

ધન : ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ, આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.

મકર : રક્ષાબંધનની ખૂબ શુભકામનાઓ આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને કામ કરવાનો ઉત્સાહ રહે.

કુંભ : સર્વે ભાઈબહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ. ઉચાટ- ઉદ્વેગમાં દિવસ પસાર થાય નાણાંકીય લેવડદેવડમાં સાવધાની રાખવી.

મીન : આપ સર્વેને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ વાણીની મીઠાશથી કામમાં સાનુકૂળતા જણાય, પુત્ર- પૌત્રાદિકથી હર્ષ- લાભ રહે.

- અગ્નિદત્ત પદમનાભ