Get The App

વાંચો તમારું 09 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય

Updated: Apr 9th, 2024

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 09 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતાનો અનુભવ થાય. નાણાંકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી. વાહન ધીરે ચલાવવું.

મિથુન : આપના કાર્યમાં સાનુકુળતા થતી જાય. સંતાનના સાથ સહકારથી આપના કામનાં ઉકેલ લાવી શકો.

કર્ક : જમીન મકાન વાહનના કામમાં સાનુકુળતા મળી રહે.ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવતો જવાથી રાહત થતી જાય.

સિંહ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સાનુકુળતા થતી જાય. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી આનંદ રહે.

કન્યા : આપના કામમાં રૂકાવટ મુશ્કેલી જણાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. ખર્ચ જણાય.

તુલા : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં દોડધામ શ્રમ ઓછા થાય. અગત્યના કામ અંગે મુલાકાત થઇ શકે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં, સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય.

ધન : આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો આપની બુધ્ધિ અનુભવ આવડત મહેનતથી ઉકેલ લાવી શકો. કામ ઉકેલાતા રાહત રહે.

મક : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.

કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકર વર્ગનો સાથ જણાય.

મીન : આપના કાર્યમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :