Get The App

વાંચો તમારું 08 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 08 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાદ-વિવાદ-ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે.

વૃષભ : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ જણાય. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે. વાણીની સંયમતા રાખવી.

મિથુન : આપના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગ- સગા-સંબંધીવર્ગનું કામકાજ જણાય. જમીનના કામમાં ધ્યાન રાખવું.

કર્ક : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાવધાની રાખવી. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં રૂકાવટ જણાય.

સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કન્યા : પત્ની સંતાનની ચિંતા જણાય. મહત્વનાં નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. અગત્યના કામમાં આપને પ્રતિકૂળતા જણાય.

તુલા : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાદ-વિવાદ- ગેરસમજ ઉભી થઈ જાય. ખર્ચ જણાય.

વૃશ્ચિક : સંતાનના કામમાં પ્રતિકૂળતા રહે. આપે ધીરજ રાખવી પડે. વાણીની સંયમતા રાખીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

ધન : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામ ન કરવા.

મકર : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળે નહીં. યાત્રા પ્રવાસમાં ધ્યાન રાખવું.

કુંભ : કૌટુંબિક પારિવારીક કામમાં આપે ધ્યાન રાખવું પડે. ધંધામાં કોઈના ભરોસે રહેવું નહીં. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસ્તા દ્વિધા જણાય.

- અગ્નિદત્ત પદમનાભ