મેષ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. સામાજિક વ્યવહારિક કામકાજ જણાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ - ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે.
મિથુન : આપની મહેનત- બુધ્ધિ- અનુભવ- આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કર્ક : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષે બીમારી-ચિંતા રહે.
સિંહ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. નોકર- ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કન્યા : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ- શ્રમ જણાય. પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. અન્યનો સહકાર મળી રહે.
વૃશ્ચિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી અનુભવાય. સાસરી પક્ષે- મોસાળપક્ષે ચિંતા ઉચાટ ખર્ચ જણાય.
ધન : આપના કામની કદર - પ્રશંસા થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. સંતાનનો સહકાર મળી રહે.
મકર : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ- શ્રમ જણાય.
કુંભ : યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે.
મીન : આપને તન-મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કુટુંબ- પરિવારની ચિંતા રહે.
- અગ્નિદત્ત પદમનાભ


