મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગેની મુલાકાત થાય.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામકાજ થાય.
કર્ક : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યાવર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડનો સામનો કરવો પડે.
સિંહ : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી કામનોં ઉકેલ લાવી પ્રગતિ કરો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
કન્યા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થાય.
વૃશ્ચિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવતો જવાથી રાહત રહે.
ધન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મકર : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી કામ લેવું. હરિફવર્ગની મુશ્કેલી રહે.
કુંભ : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી આવક જણાય.
મીન : જમીન-મકાન-વાહનના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક કામ અંગે દોડધામ-ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


