વાંચો તમારું 07 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. હર્ષ-લાભ જણાય.
વૃષભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્ત રહો. ખર્ચ જણાય.
મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિલન-મુલાકાતથી આનંદ રહે.
કર્ક : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક - પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
સિંહ : આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે. આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે.
કન્યા : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની સંયમતાથી કામમાં સરળતા થતી જાય.
વૃશ્ચિક : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય. જમીન-મકાન- વાહનના કામમાં આપે સાવધાની રાખવી.
ધન : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે. યાત્રા-પ્રવાસથી આનંદ જણાય.
મકર : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ-ખર્ચ જણાય.
કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યકિત સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.
મીન : આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ - ગેરસમજ - મનદુ:ખથી સંભાળવું.
- અગ્નિદત્ત પદમનાભ








