Get The App

વાંચો તમારું 07 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય

Updated: Nov 7th, 2023

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 07 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને સાનુકુળતા થતી જાય. આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય.

વૃષભ : આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી.

મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાયરચના થવાથી આનંદ રહે. સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ મળી રહે.

કર્ક : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે દોડધામ શ્રમ ખર્ચ રહે.

સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવું પડે. મહત્ત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. ખર્ચ-ખરીદી કરવી પડે.

તુલા : આપના કામકાજમાં આકસ્મિક સરળતા મળીરહેતાં આપના દોડધામ શ્રમમાં ઘટાડો જણાય. કામનો ઉકેલ આવતો જાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સતત દોડધામ શ્રમ રહે. આપે કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય.

ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે.

મકર : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા ઉચાટ રહે.

કુંભ : આપના અગત્યના કામકાજનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. અન્યનો સહકાર મળી રહેવાથી કામમાં સરળતા રહે.

મીન : આપને પ્રારંભિક પ્રતિકૂળતા બાદ ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. રાજકીય સરકારી કામમાં દોડધામ શ્રમ રહે.

- અગ્નિદત્ત પદમનાભ