મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મિથુન : જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કામ અંગે દોડધામ જણાય.
સિંહ : આપની બુદ્ધિ-અનુભવ- આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.
કન્યા : આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
તુલા : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્વિક : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકૂળતા મળી શકે. સામાજિક-વ્યવહારિક-કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
મકર : કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા રહે. આપના કાર્યમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ઉચાટ-ઉદ્વેગ રહે.
કુંભ : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ લાવી શકો.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


