Get The App

વાંચો તમારું 07 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 07 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપને કામકાજમાં મુશ્કેલી રહે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર, હરિફવર્ગ આપના કામમાં રૂકાવટ ઉભી કરવાના પ્રયાસ કરે.

મિથુન : આપે વાણીની સંયમતા રાખીને પોતાનું કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપે ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં.

કર્ક : જમીન-મકાન-વાહનના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં આપનું મન લાગે નહીં.

સિંહ : ઉપરી વર્ગ - સહકાર્યકરવર્ગ, નોકર ચાકર વર્ગ સાથે વાદ-વિવાદ, ગેર સમજથી સંભાળવું પડે. પરદેશના કામમાં ધ્યાન રાખવું.

કન્યા : આપે નાણાંકીય જવાબદારીવાળા કામમાં સાવધાની રાખવી પડે. સમાજિક-વ્યાવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં.

તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા રહ્યા કરે.

વૃશ્ચિક : આપે રાજકીય-સહકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે આપને ચિંતા-ખર્ચ જણાય.

ધન : પરદેશના કામમાં ધ્યાન રાખવું. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપના ચિંતા-ઉચાટમાં વધારો થાય. વાણીની સંયમતા રાખવી.

મકર : નોકરી-ધંધાના કામમાં આપે ભૂલો ન થાય તેની તકેદારી રાખવી પડે. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં.

કુંભ : અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. યાત્રા-પ્રવાસમાં આપે ધ્યાન રાખવું પડે.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જવું લાગ્યા કરે. નાણાંકીય બાબતોમાં ધ્યાન રાખવું.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :