મેષ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થાય.
વૃષભ : આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આપના ધાર્યા પ્રમાણે કામકાજ થઈ શકે નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુવર્ગનો સાથ-સહકાર મળી રહે.
કર્ક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. અગત્યના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
કન્યા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. કોર્ટ કચેરીના કામમાં ધ્યાન રાખવું. વાદ-વિવાદથી દૂર રહેવું.
તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપ કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગ આપને મદદરૂપ થવાના પ્રયાસ કરે.
મકર : સીઝનલ-વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ચિંતા રહે.
કુંભ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપ વ્યસ્ત રહો. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે.
મીન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
- અગ્નિદત્ત પદમનાભ


