Get The App

વાંચો તમારું 07 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 07 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

વૃષભ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

મિથુન : આપના મહત્વના કામનો ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. આપના કામમાં વ્યસ્ત રહો.

કર્ક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. ઉચાટ-ઉદ્વેગ જણાય. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે. ખર્ચ જણાય.

સિંહ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના દોડધામ-શ્રમમાં ઘટાડો જણાય. સંતાનનો સાથ મળી રહે.

કન્યા : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગ-ઘર પરિવારના કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ રહે.

તુલા : અગત્યના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

ધન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

મકર : આપના કાર્યની સાથે બીજું કોઈ કામકાજ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમમાં વધારો જણાય. થાક અનુભવાય.

કુંભ : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય.

મીન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

- અગ્નિદત્ત પદમનાભ