મેષ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં રૂકાવટ મુશ્કેલી જણાય.
મિથુન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થઇ શકે.
કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર દોડધામ શ્રમ વધે.
સિંહ : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. વાહન ધીરે ચલાવવું.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
વૃશ્ચિક : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. કૌટુંબિક પારિવારીક કામકાજ રહે.
ધન : રાજકીય સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહે.
મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. આવેશ ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો.
કુંભ : પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આજની ચિંતા-પરેશાની ઓછી થાય. સીઝનલ ધંધામાં ઘરાકીથી આવક જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ શ્રમ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


