મેષ : દિવસ દરમિયાન આપને ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરે. નાણાંકીય લેવડ-દેવડમા ંઆપે સાવધાની રાખવી પડે. સામાજિક કામમાં સંભાળવું.
વૃષભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, અન્યનો સહકાર મળી રહેતાં રાહત રહે.
મિથુન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.
કર્ક : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
સિંહ : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. સરકારી કામ થઈ શકે.
ધન : કોર્ટ-કચેરીના કામકાજમાં આપને પ્રતિકૂળતા જણાય. આપે કોઈના દોરવાયા દોરવાઈ જઈને કોઈ કામ કરવું નહીં. ખર્ચ-ખરીદી જણાય.
મકર : આપના દોડધામ-શ્રમમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય. કામનો ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહેતાં રાહત રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે આપે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ


