વાંચો તમારું 06 મે 2025નું રાશિ ભવિષ્ય
મેષ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃષભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. અડોશ પડોશનું કામ જણાય.
કર્ક : આપને કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આપને લાભ ફાયદો રહે.
સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા અસમંજસતાને લીધે કામમાં વિલંબ થાય.
કન્યા : નાણાંકીય જવાબદારીવાળા કામમાં આપે સાવધાની રાખવી પડે. કોઇના ભરોસે રહેવું નહીં. વાદ-વિવાદથી સંભાળવું પડે.
તુલા : આપના કામમાં આકસ્મિક સરળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : જમીન મકાન વાહનના કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. પરંતુ કામનો ઉકેલ આવતાં રાહત રહે.
ધન : આયાત નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં આપને સાનુકુળતા મળી રહે. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કુંભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવતાં આનંદ જણાય. અગત્યના નિર્ણય લેવામાં સાનુકુળતા મળી રહે.
મીન : આપના કાર્યની સાથે રાજકીય સરકારી કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી કરવી પડે.
- અગ્નિદત્ત પદમનાભ