Get The App

વાંચો તમારું 06 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 06 માર્ચ 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

વૃષભ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય.

મિથુન : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.

કર્ક : આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. આડોશ-પાડોશનું કામકાજ રહે.

સિંહ : આપના કામની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. બેંકના, વીમાં, કંપનીના, શેરોના કામ થઈ જશે.

કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લઈ શકાય. મિલન-મુલાકાત થઈ શકે.

તુલા : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામકાજમાં ધ્યાન રાખવું પડે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ જણાય.

વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે.

ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ- જણાય. ખર્ચ રહે.

મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

કુંભ : દિવસના પ્રારંભથી આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્પષ્ટતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહો. અન્યનો સાથ-સહકાર મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ