વાંચો તમારું 06 જૂન 2025 નું રાશિ ભવિષ્ય
મેષ : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : સીઝનલ ધંધામાં આકસ્મિક-ઘરાકી આવી જવાથી લાભ - ફાયદો જણાય. પુત્ર-પૌત્રાદિકના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
મિથુન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહ્યા કરે. આવેશ-ઉશ્કેરાટ કરવો નહીં.
કર્ક : દેશ-પરદેશના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે. આપના કામમાં સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ રહે.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય.
કન્યા : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. આનંદ રહે.
તુલા : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. ધંધામાં નુકસાનીથી સંભાળવું પડે.
વૃશ્ચિક : આપની મહેનત-બુધ્ધિ - અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ જણાય.
ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા - દોડધામ રહે. ખર્ચ જણાય.
મકર :- દેશ - પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય - શુભકાર્ય થવાથી આપને આનંદ રહે.
કુંભ : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મન દુ:ખથી સંભાળવું પડે. ખર્ચ જણાય.
મીન : માનસિક પરિતાપ વ્યગ્રતા જણાય. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.વિચારોની દ્વિધા - અસમંજસત ! રહે.
- અગ્નિદત્ત પદમનાભ