Get The App

વાંચો તમારું 06 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 06 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપને આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.

વૃષભ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મિથુન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા અનુભવાય.

કર્ક : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી પડે.

સિંહ : આપના કાર્યમાં ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય. સીઝનલ ધંધામાં આવક જણાય. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.

તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સરળતા જણાય. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.

વૃશ્ચિક : આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક વ્યવહારિક કામમાં સંભાળવું.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. હર્ષ-લાભ રહે.

મકર : સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આપના કામમાં હરિફવર્ગ- ઈર્ષ્યાકરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે.

કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ-ફાયદો જણાય.

મીન : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.

- અગ્નિદત્ત પદમનાભ