મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યવસ્તતા જણાય. દોડધામ-શ્રમ રહે.
વૃષભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર રહે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા અનુભવાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કર્ક : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવું પડે. ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.
સિંહ : આપને કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સરળતા થતી જાય. પરંતુ સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ખર્ચ જણાય.
કન્યા : આપની મહેનત-બુદ્ધિ-અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછી થાય.
તુલા : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા અનુભવાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
ધન : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. કુટુંબ-પરિવારનો સહકાર મળી રહે.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા થતી જાય.
કુંભ : આપને કામમાં રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ઉતાવળ કરવી નહીં. નાંણાકીય લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.
મીન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. પરદેશના કામકાજ અંગે મુલાકાત થઈ શકે.
- અગ્નિદત્ત પદમનાભ


