Get The App

વાંચો તમારું 05 જૂન 2025 નું રાશિ ભવિષ્ય

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
વાંચો તમારું 05 જૂન 2025 નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષે-મોસાળપક્ષે કામ રહે.

વૃષભ : આપની બુધ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.

મિથુન: આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હ્ય્દય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં રૂકાવટ રહે.

કર્ક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવું પડે. ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય.

કન્યા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામકાજમાં સરળતા રહે.

તુલા : આપે બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાવધાની રાખવી પડે. સાસરીપક્ષ-મોસાળપક્ષે ચિંતા-ખર્ચ જણાય.

વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

ધન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમમાં વધારો થાય.

મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગ મદદરૂપ થાય.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં અડચણ રહે.

મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.

- અગ્નિદત્ત પદમનાભ

Tags :