વાંચો તમારું 05 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહો. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.
વૃષભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું.
મિથુન : આપની બુધ્ધિ મહેનત-અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : આપની ગણત્રી ધારણા અવળાં પડતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ ફાયદો જણાય.
તુલા : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. રાજકીય સરકારી-ખાતાકીય કામકાજ અંગે મિલન મુલાકાત થાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામ અટકી પડતાં ચિંતા-ઉચાટ જણાય. કોર્ટ-કચેરીના કામાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
ધન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. પરદેશના કામ થાય.
મકર : આપે દિવસના પ્રારંભથી જ સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
કુંભ : આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં પ્રગતિ જણાય. બઢતી બદલીના પ્રશ્ને ચિંતા - પરેશાની ઓછા થાય.
મીન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
- અગ્નિદત્ત પદમનાભ








