Get The App

વાંચો તમારું 05 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય

Updated: Dec 5th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 05 ડિસેમ્બર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી આનંદ થાય.

વૃષભ : આપના મહત્વના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવે. અગત્યના નિર્ણય લેવામાં આપને સાનુકૂળતા મળી રહે.

મિથુન : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.

કર્ક : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી જણાય. આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે.

સિંહ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ - મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવતો જાય.

કન્યા : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. સહકાર્યકર વર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.

તુલા : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય-સરકારી કામ થઈ શકે.

ધન : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ- શ્રમમાં વધારો થાય.

મકર : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં સરળતા મળી રહે.

કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય.

મીન : આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યકરવર્ગ - મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ