મેષ : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ થઈ શકે.
વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરી રાખવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય થવાથી આનંદ રહે.
કર્ક : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને સતાવ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને જણાય.
સિંહ : ભાઈભાંડુ વર્ગ, અડોશ-પડોશ વર્ગના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ જણાય.
કન્યા : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સામાજિક-વ્યવહારિક-કામકાજ અંગે વ્યસ્તતા જણાય. કામ ઉકેલાતાં રાહત રહે.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની દ્વિધા-અસમજંસતા જણાય.
વૃશ્ચિક : મોસાળ પક્ષે-સાસરી પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. સીઝનલ ધંધામાં નાંણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું પડે.
ધન : સંતાનના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. વાણીની મીઠાશ રાખીને કામકાજ કરવું.
મકર : આપના કામની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી વર્ગના મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ રહ્યા કરે.
કુંભ : દેશ-પરદેશના કામકાજ અંગે, આયાત-નિકાસના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. નોકર-ચાકરવર્ગનો સહકાર રહે.
મીન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામકાજમાં વિલંબ જણાય.
- અગ્નિદત્ત પદમનાભ


