વાંચો તમારું 04 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે, જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.
વૃષભ : જેમ દિવસ પસાર થાય આપને રાહત થતી જાય. નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને.
મિથુન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
સિંહ : દિવસના પ્રારંભે કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા જણાય. જેમ દિવસ પસાર થાય આપને રાહત થતી જાય.
કન્યા : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. ધંધામાં લાભ ફાયદો જણાય.
તુલા : આપે ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરી લેવો. મિત્રવર્ગની ચિંતા જણાય. વાદ-વિવાદ-મનદુ:ખથી સંભાળવું.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહો.
ધન : આપના કામમાં સાનુકૂળતા જણાય. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ જણાય. કામનો ઉકેલ આવતો જાય.
મકર : માનસિક પરિતાપ-વ્યગ્રતા હોવા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા-દ્વિધા જણાય.
કુંભ : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય.
મીન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનથી હર્ષ-લાભ રહે.
- અગ્નિદત્ત પદમનાભ








