Get The App

વાંચો તમારું 04 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 04 ઓક્ટોબર નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં દોડધામ સરળતા ઓછા થતાં જાય. પરદેશના કામ થઇ શકે.

વૃષભ : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનની લે-વેચમાં સાનુકુળતા રહે.

મિથુન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. ભાઈભાંડુનો સાથ સહકાર રહે.

કર્ક : દિવસનો પ્રારંભ સુસ્તી બેચેની સાથે થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

સિંહ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સરળતા રહે.

કન્યા : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ કચેરીના કામમાં દોડધામ ખર્ચ જણાય.

તુલા : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.

વૃશ્ચિક : આપના કામમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી. તબીયતની કાળજી રાખવી.

ધન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.

મકર : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં સાનુકૂળતા મળી રહે.

કુંભ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.

મીન : આપે કોર્ટ કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. રાજકીય સરકારી કામમાં ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે.

- અગ્નિદત્ત પદમનાભ