મેષ : બપોર સુધીનો સમય આપે ધીરજ અને શાંતિથી પસાર કરી લેવો. ત્યારબાદ ધીરે ધીરે આપને રાહત શાંતિ થતા જાય. ખર્ચ જણાય.
વૃષભ : દિવસનો પ્રારંભ સાનુકુળતાથી થાય. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને પ્રતિકૂળતાનો અનુભવ થાય.
મિથુન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બપોર પછી ધીરે ધીરે કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. દિવસ પસાર થતો જાય તેમ વ્યસ્તતામાં વધારો થાય.
સિંહ : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાનો કંટાળો આવે. પરંતુ બપોર પછી આપના કામમાં વ્યસ્ત થતા જાવ.
કન્યા : આપના કાર્યની સાથે જાહેર સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી આરોગ્યની કાળજી રાખવી પડે.
તુલા : આપના કાર્યની સાથે બીજુ કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતાં કાર્યભાર વધે. બપોર પછી રાહત જણાય.
વૃશ્ચિક : આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. બપોર પછી વ્યગ્રતા-બેચેની રહે.
ધન : દિવસના પ્રારંભમાં આપને કામકાજમાં રૂકાવટ જણાય. જમીન- મકાન- વાહનના કામમાં સંભાળવું પડે. બપોર પછી શાંતિ જણાય.
મકર : આપના કામમાં સહકાર્યકરવર્ગ નોકર- ચાકરવર્ગનો સાથ- સહકાર મળી રહે. પરંતુ બપોર પછી કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
કુંભ : આપને સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.
મીન : આપના મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. અગત્યના નિર્ણય લઈ શકાય. બપોર પછી મધ્યમ.
- અગ્નિદત્ત પદમનાભ


