મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામમાં સરળતા રહે.
વૃષભ : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના બેચેની-વ્યગ્રતામાં ઘટાડો થાય. કામ થઈ શકે.
મિથુન : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. ધર્મકાર્ય થઈ શકે.
સિંહ : નોકરી-ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કન્યા : આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.
તુલા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
વૃશ્ચિક : આપના યશ-પદ-ધનમાંવધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામ થાય. ધર્મકાર્ય થઈ શકે.
ધન : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. કામનો ઊકેલ આવવાથી રાહત અનુભવો.
મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
કુંભ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. નાંણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે.
મીન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થાય. કામ ઉકેલાય.
- અગ્નિદત્ત પદમનાભ


