વાંચો તમારું 04 જુલાઈ 2025 નું રાશિ ભવિષ્ય
મેષ: આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. રાજકીય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
વૃષભ: આપના કામમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકૂળતા થતી જાય. રાજકીય-સરકારી કામકાજ અંગે દોડધામ ખર્ચ જણાય.
મિથુન : આપના વિલંબમાં-રૂકાવટમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય.
કર્ક : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન- વાહનના કામમાં સાવધાની રાખવી પડે. મિત્રવર્ગની ચિંતા રહે.
સિંહ : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. આપના કામમાં સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ રહે.
કન્યા : આપના કામમાં સાનુકૂળતા રહે. બેંકના, વીમા, કંપનીના, શેરોના કામકાજ થઈ શકે. ધંધામાં આવક જણાય.
તુલા : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજ સતા-દ્વિધા જણાય.
વૃશ્વિક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થઇ શકે નહીં.
ધન: આપના કામમાં ધીરે-ધીરે સાનુકૂળતા થતી જાય. આપના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. સંતાનના કામ થાય.
મકર : આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધી વર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ જણાય.
કુંભ : દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્ય- શુભકાર્યથી આનંદ રહે.
મીન: દિવસના પ્રારંભથી આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
- અગ્નિદત્ત પદમનાભ